નર્મદા જિલ્લામાં કોરોના કહેર યથાવત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા:એન્ટીજન ટેસ્ટ માં ૭ પોઝિટિવ..

Corona Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વેટિંગ માં રહેલ સેમ્પલ માંથી આજે ૭ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં બે દર્દી રાજપીપળા ના બે દર્દી તિલકવાળા તાલુકાના બે વાડિયાપેલેસ તેમજ એક સાગબારા ના મોવી ના નોંધાયા છે ઉપરાંત ૪૨ સેમ્પલ ના રિઝલ્ટ આવના હજુ બાકી છે આજે વધુ ૩૨ સેમ્પલ ચકાસણી માટે મોકલાયેલ છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે આજે ૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૧૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે જિલ્લામાં કુલ ૧૪૦ કોરોના ના દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત એન્ટીજન ટેસ્ટ માં આજે ૭ દર્દી રાજપીપળા ના પોઝિટિવ આવ્યા છે જેમાં ૧ કુંભરવાળા, ૩ માલી વાડ , ૧ વિશાવાગા, ૨ વણકરવાડ વિસ્તાર ના સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *