નર્મદા: દેડીયાપાડા આદર્શ નિવાસી શાળાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાઓ લખતા બે જુગારીયાઓને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ડેડીયાપાડા પોલીસ ને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળાની પાછળ ખુલ્લી જગ્યામાં સુનીલભાઇ વાડગીયાભાઇ વસાવા રહે-દેડીયાપાડાનવીનગરી તા.દેડીયાપાડા જી-નર્મદા નાનો તેના મળતીયા માણસ નિતેશભાઇ ગંગારામ વસાવા રહે-દેડીયાપાડા પારસી ટેકરા તા.દેડીયાપાડા જી-નર્મદા નાઓને મજુરીએ રાખી બોમ્બે વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખીલખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) સુનીલભાઇવાડગીયાભાઇ વસાવા રહે-દેડીયાપાડા નવીનગરી તા. દેડીયાપાડા જી.નર્મદા તથા તેના મળતીયા માણસ (૨)નિતેશભાઇ ગંગારામભાઇ વસાવા રહે-પારસી ટેકરા તા.દેડીયાપાડા જી-નર્મદા નાઓ અંગ ઝડતીના રોકડા રૂપિયા૨૯૦૦/- તથા કાપડની થેલી-૧ કિ.રૂ.૦૦/ તથા બોલપેન ૧ કિ.રૂ.૦૦/- પેડ ૧ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૨કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોટર સાઇકલ ૧ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૨,૯૦૦/- ના જુગારના મુદ્દામાલ સાથેપકડાઇ ગયેલ હોઇ તેઓના વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથધરેલ છે.પોલીસ અધિક્ષક નર્મદા તથા ના.પો.અધિ. રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શનઆધારે વધુમાં વધુ જુગાર/ઇગ્લીદારુના હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસપ્રયત્ન શીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *