રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ ના તલાવપુરા વિસ્તાર મા આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિર પાછળ ગામ તળાવ ના કિનારે નગર પાલિકા નો ડ્રેનેજ કુવો આવેલોછે. જે કુવાની મોટર મા ખામી સર્જાતા મોટર બદલવાની કામગીરી શરૂ કરાઇ હતી.જેથી ડ્રેનેજ નું દુર્ગંધયુક્ત પાણી જાહેર ગામ તળાવ મા છોડાતા વિસ્તારના લોકોએ વિરોધ નોધાવ્યો હતો.આ ગામ તળાવ નુ પાણી પણ દુર્ગંધયુક્ત થઈ જતા લોકો પાલિકાની કામગીરી થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ડભોઇ નગર પાલિકા ધ્વારા સ્વચ્છતા મિશન-૨૦૨૦ ના નામે માત્ર કાગળ પરજ કામગીરી બતાવાઇ હોય નગર મા જ્યા દેખો ત્યા ગંદકી અને નર્કાગાર થઈ જવા પામ્યુ છે.શેરી મહોલ્લા અને ગલીઓ ડ્રેનેજ ના દુર્ગંધયુક્ત રેલાથી ઉભરાઇ રહી છે. જેના પરિણામે લોકોમાં નગરપાલિકાની આ કાર્યવાહીથી અસંતોષ જોવા મળ્યો છે. જે મુજબ નગર ના તલાવપુરા વિસ્તારમા આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ પાલિકાના ડ્રેનેજ ના કુવાની મોટરમા યાંત્રીક ખામી સર્જાતા ડ્રેનેજનો કુવો દુર્ગંધયુક્ત પાણી થી જ ભરેલ હોવાથી બીજી મોટર અંદર ઉતારવા માટે કુવો ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા સરકારે આપેલ ડ્રેનેજ ના સાધનો નો ઉપયોગ કરવાને બદલે પાલિકા ધ્વારા કર્મચારીઓને કામે લગાડી ગામ તળાવ મા જ મશીન મુકી ડ્રેનેજના કુવામાથી દુર્ગંધયુક્ત પાણી ગામ તળાવ મા ખાલી કરવા લાગતા આખા તળાવનુ પાણી દુષિત થવા સાથે બીમારીઓ ફાટી નિકળવાની દહેશત સાથે વિસ્તારના લોકો મા ઉહાપો મચી જવા પામ્યો હતો.પાલિકાની નફ્ફટાઇ ભરી કામગીરી થી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.