રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા માં કોરોના ના વધતા જતા કેસોને લઈને વેપારીઓએ સોમ થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેના પ્રથમ દિવસે જ મોટાભાગની દુકાનો ખુલ્લી રાખીને ધંધો કરતા નજરે પડ્યા હતા.બજાર મા ખરીદી કરવા આવેલ ગ્રાહકો મા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન નહિ થઇ રહયુ હતુ.
પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો અત્યાર સુધીમાં ૩૧૬ જેટલા નોંધાયા છે જ્યારે શહેરા મા વધતા જતા કોરોના ના કેસો ને લઇને તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી જય બારોટ ની અધ્યક્ષતામા વેપારીઓની મળેલ બેઠક મા વેપારીઓએ ધંધા-રોજગાર સોમથી ગુરૂવારના રોજ સુધી બંધ રાખવાનો સ્વેચ્છિક નિર્ણય લીધો હતો. નગર વિસ્તારમાં મેઇન બજાર , સિંધી ચોકડી તેમજ અણીયાદ ચોકડી વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી.જ્યારે બસ સ્ટેશન વિસ્તારમાં અમુક વેપારીઓ એ દિવાસા નો તહેવાર હોવાથી દુકાનો ખુલ્લી રાખી ને ધંધો કરતા નજરે પડ્યા હતા. પ્રથમ દિવસે જ અમુક દુકાનો ખુલ્લી અને અમુક દુકાનો બંધ જોવા મળતા ફિયાસ્કો થયો હતો. દિવાસા નો તહેવાર હોવાથી બજાર મા ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા માટે આવેલ અમુક લોકો માસ્ક પહેર્યા વગર બજારમાં ફરતા જોવા મળી રહયા હતા. સરકાર ના કોવિડ-૧૯ ના નિયમો નુ પાલન ના થતુ હોવા સાથે સોશિયલ ડિસ્ટન્સ ના લીરેલીરા ઉડી રહયા હતા.ત્યારે કોરાનાનું સંક્રમણ વધે નહી તે માટે સ્થાનિક પ્રશાસન હવે એક્શન માં આવે તે પણ જરૂરી છે.