પંચમહાલ: શહેરા ખાતે આવેલ પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે.

Latest Madhya Gujarat Panchmahal shera
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે ત્યારે પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ ના દર્શન નું શ્રાવણ માસ મા વિશેષ મહત્વ રહેલું છે દેવાધિદેવ મરડેશ્વર મહાદેવ નુ આઠ ફૂટ નું શિવલિંગ મરડિયા પથ્થર માંથી બનેલું હોઈ તે મરડેશ્વર તરીકે ઓળખાય છે શિવલિંગ માંથી સ્વયંભુ અવિરત સતત ગંગાજળ વહ્યા કરે છે .પ્રતિવર્ષ આ શિવલિંગ ચોખા ના દાણા જેટલું શિવરાત્રી ની રાત્રી એ વધતું હોવાની પણ માન્યતા છે અહી શ્રાવણ માસ દરમિયાન મહાદેવ ના ભક્તો કોવીડ ૧૯ ના નિયમો મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને દર્શન કરનાર છે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત જન્માષ્ટમીનો મેળો મંદિર ખાતે નહિ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારના રોજ થી શ્રાવણ માસનો પ્રારંભ થશે ત્યારે મહાદેવ ના મંદિરો બમ: બમ: ભોલે ના નાંદ થી ગુંજી ઉઠનાર છે. જ્યારે ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર પાલીખંડા મા આવેલ મરડેશ્વર મહાદેવ નુ મંદિર શ્રાવણ માસ મા ખાસ મહત્વ રહેલું છે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભકતોનો પ્રવાહ શરૂ રહેતો હોય છે.જ્યારે આ વખતે કોરોનાનો કહેર હોવાથી શ્રાવણ માસ દરમિયાન મરડેશ્વર મહાદેવ ના દર્શનાર્થે આવતા ભક્તો ને કોવિડ19 ના નિયમોનું કડક પાલન કરવાનુ રહેશે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન વર્ષોથી ભરાતો જન્માષ્ટમીનો મેળો મંદિર ખાતે પ્રથમ વખત નહી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મરડેશ્વર મહાદેવ નું સ્વયંભુ શિવલિંગ પ્રતિવર્ષ શિવરાત્રી ની રાત્રી એ ચોખાના દાણા જેટલું વિકાસ પામી રહ્યું છે. ઓમની પ્રતિકૃતિ સતત ગંગાજળનું વહેણ (જલાધારિ) ધરાવતું અને ૮ ફૂંટ ઉંચાઇ અને ૮ ફૂટ પહોળા અને રુદ્રાક્ષ જેવી ભાત ધરાવતુ આ એક માત્ર શિવલીંગ છે.વિવિધ મહાત્મ્ય વચ્ચે શહેરાના પાલીખંડા સ્થિત મરડેશ્વર મહાદેવ સ્વંયભૂ શિવલીંગ અનેરો મહિમા ધરાવે છે. ચાર યુગના ચાર ખંડ (ભાગો)માં વહેંચાયેલું સ્વંયભૂ શિવલીંગ હાલમાં કળીયુગના ભાગ (ખંડ)માં વિકસીત થઇ રહ્યું છે જેનો વિકાસ પૂર્ણ થઇ મંદિરની છત સુધી પહોંચશે ત્યારે પુનઃ સત યુગનો પ્રારંભ થશે એવી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. વિવિધ લોકવાયકા અને વાસ્તવિકતાઓ વચ્ચે આ ચમત્કારિક શિવલીંગ સ્વંય શંકર ભગવાનની પ્રતિતી કરાવે છે.સ્વયંભુ પ્રાચીન શિવલિંગ હોઈ અહી પ્રાર્થના અને દર્શન કરવાથી સર્વ મનોકામના મહાદેવ ની કૃપા થી પૂર્ણ થતી હોવાનું ઘણા ભક્તો ને અનુભવ છે શ્રાવણ માસમા અહી દુર દુર થી શ્રદ્ધાળુઓ આવી દેવાધી દેવ મહાદેવ ના ભવ્ય શિવલિંગ ના દર્શન કરી ભવ્યતા અને પરમ શાંતિ નો અનુભવ કરે છે.

વર્ષ દરમિયાન હાઈવે માર્ગ પરથી વાહન લઈને પસાર થતા શિવ ભક્તો ગમે તેટલી ઉતાવર હોય તો પણ મરડેશ્વર મહાદેવ સ્વયંભુ શિવલિંગ ના દર્શન કરવાનું ચુકતા નથી અહી અનેક શિવ ભક્તો એ મરડેશ્વર મહાદેવના દર્શન કરી સંતાન ,લગ્ન સહિત મનમાં લીધેલ દરેક મનોકામના સમય આવે દેવાધિ દેવ મહાદેવ પૂર્ણ કરતા હોય છે સ્વયંભુ પ્રાચીન શિવલિંગ હોઈ અહી દર્શન કરવાથી જ્યોતિર્લીંગ ના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોઈ દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે ચમત્કારિક શિવલીંગ સ્વંય શંકર ભગવાનની પ્રતિતી કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *