રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકા ના ચમારડી ગામે લોકડાઉન પહેલા મજુર થયેલ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. ચમારડી ગામે લેરાનાથ ચોક થી ગ્રામ પંચાયત સુધી ના બ્લોક રોડ નું ભુમિપુજન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ના વરદહસ્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોના મહામારી ના કારણે લોકડાઉન શરુ હતુ તે કારણે કામ શરુ થય શક્યું નહતુ ત્યારે આજ રોજ ચમારડી ગ્રામ પંચાયત ના સરપંચ અરવિંદભાઈ મેમકિયા અને તાલુકા પંચાયતના સદસ્ય કુલદિપભાઈ બસીયા દ્રારા બ્લોક રોડ નું કાર્ય શરુ કરાવવામાં આવ્યું છે.
આ રોડ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ની રૂ. ૩ લાખ ની ગ્રાન્ટ અને એ.ટી.વી.ટી ની રૂ.૩ લાખ ની ગ્રાન્ટ એટલે કુલ રૂ.૬ લાખ ના ખર્ચે બનશે. લાંબા સમય થી મંજુર થયેલ બ્લોક રોડ નું કાર્ય લોકડાઉન ના કારણે અટકી પડ્યું હતું હાલ કાર્ય શરૂ થતા ગ્રામ લોકો માં ખુશી જોવી માળી હતી. ચમારડી ગામે સરપંચ અરવિંદભાઈ મેમકીયા ની મહેનત થી અનેક વિકાસ કાર્યો થય રહ્યા છે. ગામમાં મોટા ભાગ માં રોડ રસ્તાઓ નું કાર્ય થયેલ છે. ત્યારે આજરોજ સુપ્રસિદ્ધ લેરાનાથ મંદિર વાળા બ્લોક રોડ નું કાર્ય સરપંચ અરવિંદભાઈ મેમકીયા અને તાલુકા પંચાયત સદસ્ય કુલદિપભાઈ બસીયા દ્રારા શરુ કરાવવા માં આવ્યું છે.