નર્મદા: રેપીડ ટેસ્ટ શરૂ થતાં લોકોમાં ચિંતા વધી: રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ દર્દીઓ વિશે આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

હાલ કોરોના ની મહામારી સામે સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે કેટલાક દર્દીઓ કોરોના ના કારણે મૃત્યુ પણ પામ્યા છે જ્યારે કેટલાક દર્દીઓ માં કોરોના ના લક્ષણો દેખાતા નથી છતાં તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે હાલ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન માં એન્ટીજન (રેપીડ ) ટેસ્ટ શરૂ કરાયા છે જેમાં સામાન્ય રીતે શરદી તાવ સહિત સામાન્ય લક્ષણ જણાય અથવા પોઝિટિવ દર્દીના સંપર્કમાં કોઈ વ્યક્તિઓ આવેલ હોય તેવા વ્યક્તિઓ ના સ્થળ ઉપર જ ટેસ્ટ કરાય છે. ત્યારે રેપીડ ટેસ્ટ માં વધુ પ્રમાણ માં પોઝિટિવ આવતા દર્દીઓના પરિજનો તેમજ લોકોમાં ખૂબ ચિંતા વધી જાય છે ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગ ના એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે કોરોનાના કોઇ પણ જાતના લક્ષણો ન હોવા છતાં એન્ટીજન (રેપીડ) ટેસ્ટમાં પોઝિટિવ જણાયેલાં દરદીઓને રાજપીપલાના કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવે છે કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રખાયેલ એન્ટીજન (રેપીડ) ટેસ્ટ વાળા દર્દીઓમાં જો કોરોનાના લક્ષણો નહી જણાય તો સાત દિવસમાં રજા અપાશે અને જો લક્ષણો જણાશે તો કોવીડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *