રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સી ડી પટેલ તથા સ્ટાફ દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ફરી ખાનગી બાતમીદારો થકી બાતમી મેળવી તા,૧૯/૭/૨૦૨૦ના રોજ નસવાડી તાલુકા ના આકોના ગામે આવેલ સ્વાગત બાયોડીઝલ પંપ ની બાજુ માં રોડ નજીક ડબલ ડેકર સ્લીપર કોચ લક્ઝરી બસ રામનાથ ટ્રાવેલ્સ ના લખેલ લક્ઝરી અંદર જુગાર રમતાં જુગારીઓ ઝડપાયા હતા તેમાં(૧)અયાજભાઈ સલીમભાઈ મેમણ ઉમર વર્ષ ૩૨ રેહ નસવાડી મેમણ કોલોની તા.નસવાડી જી.છોટાઉદેપુર (૨) સકિલભાઈ સત્તરભાઈ મેમણ ઉવ ૨૭ રહે મેમણ કોલોની તા.નસવાડી જી.છોટાઉદેપુર (૩) મુબીન ભાઈ ઈકબાલભાઈ મેમણ રહે મેમણ કોલોની નસવાડી તા.નસવાડી જી છોટાઉદેપુર (૪) યાસીનભાઈ અઝીઝ ભાઈ મેમણ ઉવ ૪૫ રહે નસવાડી મેમણ કોલોની તા નસવાડી જી છોટાઉદેપુર ના ઓને જુગાર ના મુદ્દામાલ રોકડા ૪૧,૮૯૦ તથા મોબાઈલ નંગ ૫ કીમત ૨૩૦૦૦ તથા લગઝરી બસ ની કીમત ૮,૦૦,૦૦૦ લાખ સાથે કુલ મુદ્દામાલ કીમત રૂ ૮,૬૪,૮૯૦ ના મુદ્દામાલ સાથે ચાર જુગારી ઓને ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.