રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વામન કદના વિરાટ માનવી એવા મહેન્દ્રભાઈ પ્રજાપતિ હંમેશા લોકસેવા તેમજ લોક જાગૃતિ ના કર્યો માં પોરવાયેલ રહે છે પ્લાસ્ટિક વિશે જાગૃતિ હોય કે પછી કોરોના મહામારી વિશે હંમેશા તેઓ કાપડ ની થેલી ઉપર લોક જાગૃતિ ના સૂત્રો છપાવી તેને વિવિધ જાહેર સ્થળોએ નિઃશુલ્ક વિતરણ કરી પ્રજાજનોને જાગૃત કરતા આવ્યા છે. હાલ કોરોના મહામારી સમયે જ્યારે સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજો બંધ છે. ઉપરાંત પ્રજા પણ આર્થિક મુશ્કેલી નો સામનો કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માં મહેન્દ્રભાઈ પ્રજાપતિએ દાતાઓના સહયોગથી બાળકોને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ શરૂ કર્યું છે સાથો સાથ તેઓ કોરોના અંગે લોકજાગૃતિ પણ ફેલાવી રહ્યા છે.
મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગતરોજ ૫૫૦ જેટલી નોટબુક નું વિતરણ કર્યું હતું આજે ૩૫૦ જેટલી નોટબુક નું વિતરણ કર્યું છે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો જેવાકે ધોબીસલ ધનીયારા, મીઠીવાવ, માણકુવા, પાણીસાદડીયા,ઝરવાણી સહિત ના ગામોમાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું છે ઉપરાંત બાળકોને માસ્ક પણ બાંધવાની તેમજ સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવાની સૂચન પણ આપવામાં આવી હતી.