રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કોરોના મહામારીના કારણે લોક ડાઉનની શરુઆતથી માસ્કનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરેલછે જાહેરનામા બહાર પાડવામાં આવેલછે છતાં લોકો સરકારના આદેશ જાહેરનામાનું ચુસ્ત પાલન કરતા નથી ત્યારે પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરી માસ્ક વગર નિકળતાં લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યોછે ત્યારે કેશોદના ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદા જુદા માર્ગોમાં માસ્ક વગર નીકળતા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યોછે જેમાં છેલ્લા એક સપ્તાહમાં ૫૦૦ થી વધુ લોકોને માસ્કનો ઉપયોગ ન કરવા બદલ ૧ લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે અને હજુ પણ માસ્ક વગર નીકળતા લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામા આવી રહી છે.