રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર
વૃક્ષ એ મનુષ્ય જીવન ના વિકાસ નુ એક અગત્યનુ પાસુ છે વૃક્ષનું જતન કરવુ એ દરેક માનવીની ફરજ છે વૃક્ષ રોપવાથી વરસાદ પડે છે વૃક્ષો વાતાવરણ ને ઓક્સિજન પૂરો પાડે છે વૃક્ષથી વાતાવરણ ઠંડુ રહે છે માટે દર વર્ષે વૃક્ષો વાવી જતન કરવુ જોઈએ. ત્યારે મહિસાગર જિલ્લા ના બાલાસિનોર તાલુકા મા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર તથા નેહરુ યુવા કેન્દ્ર ગોધરા ના સહયોગથી બાલાસિનોર માં આવેલ જાહેર સ્થળો પર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિયાઝ ભાઈ શેખ નેહરુ યુવા કેન્દ્રના એન.વાય.સી જીગ્નેશભાઇ પરમાર મહિલા મોરચાના ઊપ્રમુખબાલાસિનોર ભાજપ ખાતુંન બેન સી.એસ.સી કેન્દ્ર માંથી આવેલ ભાવનાબેન પરમાર અને કુંજભાઈ તથા પરમાર રણજીતભાઈ હાજર રહ્યા આ ઉપરાંત વૃક્ષ બચાવો અને વૃક્ષોનું જતન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યુ. કાર્યક્રમને સફળ બનાવવામાં આજરોજ હાજર રહેલા તમામ સભ્યોને રિયાજભાઈ શેખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.