રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
કોરાનાનુ ગ્રહણ ધાર્મિક પર્વો પર પણ લાગ્યું છે. કોરોનાના કારણે દેશભરમાં ઉજવાતો દેવીપુજક સમાજનો દિવાસો પર્વ રદ કરાયો છે. ૩ દિવસ ચાલતો દિવાસો પર્વ દેશભરમાં દેવીપુજક ઉજવે છે અને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા લાખો શ્રઘ્ઘાળુઓ પાટણ પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષે આ પરંપરા પહેલીવાર તૂટી છે .
કોરોનાએ દેશભરનાં ધાર્મિક પર્વો પર લોક લગાવી દીધું છે. કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું હોવાથી ધાર્મિક સ્થળો , તહેવારો અને પર્વો પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે . કોરાનાના કારણે મંદિરો અને ધાર્મિક સ્થળો પર તાળા લાગી ગયા છે.
ત્યારે પાટણમાં પણ દેવીપુજક સમાજનો ૩ દિવસીય ઉજવાતો દિવાસો પર્વ પણ રદ કરાયો છે. આજથી ૩ દિવસ સુધી દિવાસો પર્વ શરુ થાય છે અને દેશભરમાંથી દેવીપુજક , પટણી સમાજના લોકો પાટણ પહોંચે છે. અને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ઉલ્લેખનીય છે કે દેવીપુજક સમાજ દિવાસો પર્વને દિવાળીનો પર્વ માને છે. પરંતુ કોરોના ગ્રહણથી દેવીપુજક સમાજના પર્વ પર તાળું લાગી ગયું છે.