રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ રાજકુમાર ઇંગ્લિશ સ્કૂલ લે વિદ્યાર્થીઓની પચાસ લાખ જેટલી ફી માફી કરી જુનાગઢ જિલ્લાના માંગરોળ શાહવાર માં પ્રથમ એક એવી સ્કૂલ જે ને ૭૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓની ફી માફી આપવામાં આવી કોરોના મહામારીમાં દેશભરમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણીય દયનિય છે અને શિકક્ષણ નો ભાર એટલે મોટી મુશ્કેલી જેમાય કોરોના વાયરસના કારણે લોકોના ધંધા રોજગાર બંધ થતાં વાલીઓની હાલત ખરાબ જોવા મળી રહી છે.
ત્યારે માંગરોળ રાજકુમાર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અધ્યાસ કરતા ૭૦૦ જેટલા વિધાર્થીઓ ની ફી માફ કરવામાં આવી છે. એટલું જ નહીં પણ વિધાર્થીઓનું વર્ષના બગડે તેમાટે ઓનલાઈન શિક્ષણ પણ વિના મૂલ્ય શરૂ રાખવામાં આવેલ ત્યારે માંગરોળ વિદ્યાર્થીઓની અને વાલીઓની પરિસ્થિતિ ધ્યાને લઇ ટ્રસ્ટીઓએ ચાલુ વર્ષ ની ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવેલ અને આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ખુશી જોવા મળી હતી.