મોરબી: હળવદ તાલુકાના સરંભડા ગામે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો .

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકા ના સરંભડા ગામે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન ભરવાડ સમાજ ની વાડીમાં કરવામાં આવ્યું હતું વર્તમાન સમયે કોરોના મહામારી વચ્ચે દરેક બ્લડ બેંક માં બ્લડ ની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે થેલેસીમિયા ના દર્દીઓ,ગર્ભવતી બહેનો ને પ્રસૂતા સમયે , અને ગંભીર રીતે ઘાયલ દર્દીઓ ને ઓપરેશન સમયે તાત્કાલિક બ્લડ ની જરૂર પડતી હોય છે ત્યારે અત્યારે બ્લડ બેંક માં લોહી ની તીવ્ર અછત હોવાથી લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોઈ છે ત્યારે આ સંજોગો માં સમસ્ત સરંભડા ગામ ના યુવાનો દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું જેમાં ૩૨ યુવાનો અને વડીલો એ સ્વૈચ્છીક રીતે રક્તદાન કરી અને લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ ની જિંદગી બચાવવા માં નિમિત્ત બન્યા હતા અને એકત્રિત થયેલ રક્ત ની બોટલો સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક સુરેન્દ્રનગર ખાતે આપવામાં આવ્યું હતું આ કેમ્પ માં સુરેન્દ્રનગર સર્વોદય કાર્યકર્તા ગોવિંભાઈ ભરવાડ,બ્લડ બેંક ના ડોકટર અતુલભાઈ સહિત બ્લડ બેંક ના સ્ટાફે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી અને સમસ્ત સરંભડા ગામના યુવાનો એ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *