કોરોના કાળે સમગ્ર તહેવાર પર જાણે સંકટ મચાવ્યો.

Ambaji
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

શ્રાવણ માસની અંદર અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે અને પ્રજા ધાર્મિક તહેવારો ને હર્ષોઉલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે શ્રાવણ માસની અંદર દશામાના વ્રત કે જે અમાવસના રોજ થી ચાલુ થાય છે તે રાજસ્થાન સહિત ગુજરાત માં પણ આ દશામાના વ્રત નું એક અનેરું મહત્વ રહ્યું છે દશામાં ના વ્રત માં લોકો અમાવસના દિવસે માતાજીની મૂર્તિ લાવી અને પોતાના ઘરે સ્થાપના કરે છે અને દસ દિવસ માતાજીની મૂર્તિની પૂજા અર્ચના કર્યા બાદ ૧૦ મા ના દિવસે માતાજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરતા હોય છે ત્યારે અંબાજી ખાતે અંબાજી સ્થાનિક સહિત અમદાવાદ જેવા વિસ્તારમાંથી અમુક મૂર્તિના વેપારીઓ અંબાજી ખાતે છેલ્લા 30 જેટલા વર્ષથી પોતાનો ધંધો લઈ અને માતાજીની મુર્તિ વેચવા આવતા હોય છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે હાલમાં જે કોરોના કાળે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે તેને લઈને જાણે સમગ્ર ધંધા પર મંદીનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે સાબરમતી અમદાવાદ નું એક પરિવાર અહીં છેલ્લા ૩૦ વર્ષથી પોતાના ધંધો કરવા આવે છે સહિત અહીંના સ્થાનિકો પણ દશામાની મૂર્તિ ની દુકાન કરે છે અને અમાવસ નાં એક દિવસ પહેલા સુધી માં લગભગ ૫૦ જેટલી મૂર્તિઓનું બુકિંગ થઇ જતું હોય છે પણ હાલમાં આ કોરોના ના કારણે હજી સુધી ૫ જેટલી પણ મૂર્તિઓનું વેચાણ થયું નથી એટલુજ નહિ ગુજરાત સહિત વિવિધ રાજ્ય માં કોરોના કાળે હાહાકાર મચાવ્યો છે જ્યારે વેપાર ધંધા પર પણ મોટું સંકટ મંડરાઇ રહ્યું છે આ કોરોના કાળ ના લીધે વિવિધ વેપાર-ધંધા ઠપ્પ થયા છે જ્યારે રાજસ્થાન સહિત ગુજરાત માં દશામાના વ્રતો નું એક અનેરૂ મહત્વ રહ્યું છે પણ આ કોરોના ના કારણે હાલમાં આ દશામાના વ્રત કરતા લોકો ની શ્રદ્ધામાં ક્યાંક સંકટ સતાવ તું હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *