રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા નસવાડી માં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજના ઓ લાગુ કરી છે પરંતુ હાલ ખેડૂતો ને ખાતર મળતું ના હોય ખેડૂતો હેરાન છે ત્યારે નસવાડી ગુજકોમાસોલ ના ડેપો પર યુરિયા ખાતર ની ૫૦૦ બેગ આવી હતી. ત્યારે ખેડૂતો પોતાના ઘરની મહિલાઓ બાળકોને પણ તેમના આધારકાર્ડ લઈ ખાતર લેવા બોલાવ્યા હતા પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ અને તેમના બાળકો લાઈન મા ઊભા હતા ખેડૂતો ને ખાતર મળે તેમાટે ખાતર ડેપો મેનેજર પોતે બપોરના ભોજન ના કરી ખાતર સતત વિતરણ ચાલુ રાખ્યું હતું સાથે બીજી ૧૦૦૦ થેલી ખાતર આવ્યું હોય મોટી માત્રા માં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા હતા ખેડૂતો મહિલા ના જણાવ્યા મુજબ ખાતર ની જરૂર હોય ખાતર લેવા આવ્યા છે. ઘરે છોકરા બીજાને સોંપીને આવ્યા છે પેહલી વખત ખાતર માટે આ મુશ્કેલી છે સરકાર વધુ જથો ફાળવે તો બધા ને પૂરતું ખાતર મળી રહે ૧૦ એકર જમીન મા ખાતર નાખવાનું છે બે થેલી કઈ રીતે થાય આમ નસવાડી તાલુકા ના ખેડૂતો ખાતર માટે મુશ્કેલી ના પડે તેવી માંગ છે નસવાડી મા ખાતર જેમ આવ્યું તેમ ગુજકોમાસોળ ના ડેપો મેનેજર યોગેશભાઇ એ જનાવ્યું હતું સાથે જણાવ્યું હતું સાથે ખાતર ટ્રક માંથી તેમ આપવામાં આવ્યું હતું.