રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદાજિલ્લો પણ તેમાં બાકાત નથી રાજપીપળામા પણ કોરોનાનાકેસો વધી રહ્યા છે એ જોતાં બે દિવસ થી આરોગ્ય વિભાગદ્વારા રાજપીપળા ખાતે રેપીટ ટેસ્ટ શરૂ કરમાં આવ્યા છે.રાજપીપળામાં શાકમાર્કેટ પાસે ૬૦ વર્ષીય એક મહિલા કોરોના પોઝીટીવ આવતા સમગ્ર રાજપીપળાના લોકોમાં ફફાળાટ ફેલાયો છે રાજપીપળા શાકમાર્કેટ માં એક કેસ આવ્યા બાદ શાકમાર્કેટ એસોસિયેશન દ્વારા એક અગત્ય નો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તા.૧૯/૭/ ૨૦૨૦ થી તા.૨૨/૭/૨૦૨૦ સુધી રાજપીપળા હોલસેલ શાકમાર્કેટ ચારદિવસ માટે બંઘ રહેશે.આવતીકાલ થી ચાર દિવસ શાક માર્કેટ બંધ રહેવાની વાતેઆજે માર્કેટ માં સવાર થી ભારે ભીડ હતી સાથે સાથે અમુકવસ્તુઓના ભાવ પણ વધુ લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.