રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના યાત્રા ધામ અંબાજીમાં સામાન્ય વરસાદ ના પગલે અંબાજીની ગટરો ઉભરાઈ જાય છે અને ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પર અને સોસાયટીઓમાં વહેતુ જોવા મળે છે અને સ્થાનીક લોકોને આ ગંદા પાણીમાં ચાલવા માટે પણ મજબૂર બનવુ પડે છે અને એટલુ જ નહી પણ આ ગટર નુ ગંદુ પાણી ઘણી વાર લોકો ના ઘર મા પણ ઘુસી જાય છે
સોસાયટીઓના લોકો હેરાન પરેશાન થાય છે અને આ ગંદા પાણી ના કારણે જાન લેવા બીમારી પણ ઉત્પન થાય છે. માટે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ લાવી અને આ ઉભરતી ગટરોનું તાત્કાલીક ધોરણે નિકાલ કરાવે તેવી સ્થાનીક લોકોની માંગ ઊઠી છે.