નર્મદા: દુધની કેનમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢતી રાજપીપળા પોલીસ.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા પોલીસે મળેલ ચોકકસ બાતમી આધારે રાજપીપલા પો.સ્ટે વિસ્તારના મોટભમરીથી સ્ટેન્ડથી પલસી ગામમાં જતા એપ્રોચ રોડ બિતાડા ગામની સીમમાં વોચમાં હતા તે દરમ્યાન એક બજાજ કંપનીની મો.સા ઉપર બે ઇસમો દુધની કેનમાં ઈંગ્લીશ દારૂ ભરીને આવતા પોલીસની ગાડી જોઇને મો.સા સ્થળ મુકી બંને ઇસમો નાશી ગયેલ અને સદર મો.સા ની હુકમા ભરાવેલ દુધની કેનમા જોતા ઈંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૦૯ કિંમત રૂપિયા ૧૦૯૦૦/- તથા દુધની કેનની કિ.રૂ.૧૦૦/- તથા મો.સા ની કિ.રૂ. ૨૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૧૦૦૦/-નો મુદામાલ પકડી લઇ બંને મો.સા સવાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *