રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલ તણખલા બ્રાંચ પોસ્ટ ઓફિસ માં પોસ્ટ માસ્ટર પણ નથી. અને પોસ્ટ ઓફિસ હાલ ટપાલી ચલાવી રહ્યો છે. નસવાડી તાલુકાના તણખલા ગામ વેપાર મથક નું મોટું સેન્ટર છે. તેમજ છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું ગામ આવેલું છે અને નર્મદા જિલ્લાને અડીને આવેલું છે. જેથી નર્મદા જિલ્લાના લોકો પણ અહીં વેપાર ખરીદ વેચાણ અર્થે આવતા હોય છે. ગામમાં બ્રાંચ પોસ્ટ ઓફિસ આવેલી છે. જ્યાં હાલ પોસ્ટ માસ્ટર પણ નથી.સદર બ્રાંચ પોસ્ટ ઓફિસ લગભગ પાછલા પાંચ વર્ષ થી બનાવેલી છે. તે પહેલા આ પોસ્ટ ઓફિસ ઈ.ડી.એસ.ઓ થી ચાલતી હતી. જેનો પીનકોડ નંબર ૩૯૧૧૫૧ હતો. હાલ તણખલા ગામની વસ્તી અંદાજે પાંચ હજારની આસપાસની છે સદર ગામ છેલ્લા ઘણા વર્ષોથી ઉતરોતર પ્રગતિ કરી રહ્યો છે. સદર ગામ ની આજુબાજુ સો જેટલા ગામડાઓ આવેલા છે. જ્યાં ના લોકો ધંધાકીય હેતુથી રોજ બરોજ આવતા હોય છે. ગામથી ૫-૭ કીમી ના અંતરે ખાપરીયા, જસકી, કાળિયાપુરા,અમરોલી,લાવાકોઈ, કુકરદા, બરોલી જેવી અનેક બ્રાન્ચ પોસ્ટ ઓફિસો પણ આવેલી છે. જેવો ને પણ ટપાલની બેગો લેવા નસવાડી સબ ઓફિસે જવું પડે છે.
હાલ તણખલા ખાતે મોડલ સ્કૂલ, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ, પંચાયત ઘર, પોલીસ સ્ટેશન, પશુ આરોગ્ય કેન્દ્ર, દૂધ ડેરી જેવી સરકારી સંસ્થાઓ પણ આવેલી છે. જેઓને વારંવાર રજીસ્ટર એડી તેમજ મની ઓર્ડર કરવા ની જરૂર પડે છે.
તણખલા ગામે નાની બચત યોજનામાં મહિલા પ્રધાન એજન્ટો દ્વારા અંદાજે ૧૫ લાખ જેટલી બચત થાય છે. આ એજન્ટો પાસે પણ અંદાજે હજાર જેટલા ખાતા ચાલે છે. તે સિવાય તણખલા પોસ્ટ ઓફિસમાં પણ આશરે એક હજાર જેટલા બચત ખાતાઓ ચાલે છે. તેમજ પી.એલ.આઈ તથા આર.પી.એલ.આઈ ના ખાતા ચાલે છે. આ ખાતાઓના નાણાં જમા કરાવવા તેમજ ખાતા ની મુદત પૂર્ણ થતા તેના ક્લોઝર માટે નસવાડી સબ પોસ્ટઓફિસમાં જવું પડે છે. આમ આ બધી વિગતોનું ધ્યાને લેતા તણખલા બી.ઓ ને એસ.ઓ માં રૂપાંતરિત કરવા નસવાડી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના માજી ચેરમેન તેમજ ખાતા ધારકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.