રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા માં આર્મી જવાન ને ખોટી રીતે મારમારવા સંદર્ભે તા.૧૮ ના રોજ જિલ્લામાં હાલમાં ચાલુ અને નિવૃત્ત આર્મી જવાનો છોટાઉદેપુર આવી ગયા હતા અને હાથમાં દરેક બોર્ડ લઈ ને હમ દેશકે સૈનિક હે નક્સલી નહિ નક્સલી કહેનાર પી.એસ.આઇ ને સસ્પેન્ડ કરો ભારતીય સેના ને ન્યાય આપો તેવા સૂત્રો લખેલાં હતા એ લઈ ને કલેકટર અને એસ.પી કચેરી સામે વિરોધ કર્યો હતો.જાણવા મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાસે પણ એક હજાર નું ટોળુ ઉમટી પડ્યું હતું અને પોલીસ વર્તન સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો સદર ઘટના બન્યા પછી કોઇ રાજકીય નેતા ઓ નહિ આવતા પ્રજા આક્રોશ વધુ દેખાયો હતો.આર્મી જવાન અનીશ રાઠવા શ્રી નગર બારામુલ્લા ખાતે સરહદ ઉપર ફરજ બજાવે છે હાલમાં રજા લઈ પોતાના ઘરે દિયાવાટ આવેલ છે તેને પોલીસે એટલો બધો માર્યો છેકે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે થી તેને વડોદરા આર્મી હોસ્પિટલ ખાતે રિફ્રર કરવા માં આવ્યો છે થોડા સમય અગાઉ લોકડાઉન ની અંદર પોલીસ નિવૃત્ત આર્મી જવાનો ની મદદ કાયદો અને વ્યવસ્થા સાચવવા લીધી હતી હવે પોલીસ આર્મી જવાનો ને મારે છે.બનેલ ઘટના પ્રમાણે કેટલાક આર્મી જવાનો એ જોતા ભારે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે દેશ ના જવાનો ની આ કીમત પોલીસ કરે છે આજરોજ છોટાઉદેપુરમાં ચાલુ અને નિવૃત્ત આર્મી જવાનો એ એકત્રિત થઈ ને બનેલ ઘટના નો વિરોધ કલેકટર અને એસ.પી કચેરી સામે કર્યો હતો.