રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પોલીસ સ્ટેશન ના પો.હેડ કોન્સ . ડી.એલ.ચાવડા તથા પો.કોન્સ . હાર્દીકસિંહ માનસિંહ મોરી તથા પો.કોન્સ . કૌશીકસિંહ અરશીભાઇ વાળા ઉના પો.સ્ટે . નાઓ ના.રા. માં હતા . તે દરમ્યાન એક બાળકી ઉવ .૫ વર્ષ વાળી મળી આવેલ હોય જેનું નામ પુછતા સેજુડી જણાવેલ જેના વાલી વારસધારની શોધખોળ કરતા નજીકમાંથી મળી આવેલ નહી . જેને પો.સ્ટે . લાવી પુછપરછ કરતા પોતે જણાવેલ નહીં અને કયાંની છે તેની તેને ખબર ન હોય પરંતુ અમોને દેવીપુજક જ્ઞાતિ ની લાગતી હોય જેથી બાળકીના જ્ઞાતીના રાજયકક્ષાએ ચાલતા વોટસએપ ગૃપ ( દેવી પુજક ) ગ્રુપમાં ફોટા સાથે મુકતા પાંચ પીપળા તા.જેતપુર જી.રાજકોટ ખાતે રહેતા તેના પાડોશી અજયભાઇ પરમાર ને વોટસઅપ ગ્રુપમાં ફોટા મળતા તેમના પડોશમાં રહેતા ગોવિંદભાઇ ગોપાલભાઇ વાઘેલાની દિકરી સેજુડી હોવાનું જાણવા મળતા વીડીઓ કોલીંગ દ્વારા અમોએ તેની માતા રેખાબેન સાથે બાળકીને બતાવતા તેની દિકરી સેજુડી હોવાનું જાણવા મળેલ જેથી ખુબજ ઓછા સમયમાં પો.કોન્સ.હાર્દીકસિંહ માનસિંહ મોરીએ ગામ પાંચપીપડા તા.જેતપુર જી.રાજકોટ ખાતેથી તેની માતાને બોલાવી હેમખેમ સુરક્ષીત રીતે તેની માતા રેખાબેન સાથે મિલન કરાવી તેઓને સોંપેલ છે . આ અંગે બાળકીની માતા પોલીસનો આભાર વ્યકત કરેલ છે.