રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે રોડ એન્ડ સેફર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ.આર.ટી.ઓ.કાલેરીયાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં થતા રોડ અકસ્માતને ધટાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે. રોડની સાઈડમાં ઉભી ગયેલા બાવળ દુર કરવા, ડાયર્વઝન, ખરાબ રોડ અને પાર્કિંગ માટે જે તે વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. અને આગામી સમયમાં સમિતી રચના કરવામાં આવશે. આ તકે અધિક કલેકટરશ્રી બી.એસ.પ્રજાપતિ, ચીફ ઓફિસર જતીન મહેતા સહિતના અધિકારીઓ સહભાગી થયા હતા.