રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ભગવાનભાઈ બારડ સહભાગી થવાની સાથે જિલ્લાના જુદા-જુદા પ્રશ્ર્નો અંગે રજુઆત કરી હતી. રોડ-રસ્તા, વીજળી અને ખાણ ખનીજને લગતા જાહેરહિત માટેના પ્રશ્ર્નો રજુ કર્યા હતા. કલેકટર અજયપ્રકાશે આ બેઠકમાં રજુ કરવામાં આવેલ જુદા-જુદા પ્રશ્ર્નોના નિવારણ માટે સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. અને વહેલીત કે પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે તાકિદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠી, અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.