રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ થી ઉના જતાં રોડ ઉપર આવેલ હિરણ નદી નો પુલ આવેલ છે, તે પુલ જર્જરિત અને ભયજનક હાલત માં છે, અને આ પુલ ઉપર થી ભારેખમ વાહનો પસાર થઈ રહિયા છે, આ પુલ ની બંને સાઈડો ઉપર થી મોટા વાહનો સામસામે પસાર થઈ રહિયા હોય ત્યારે કેટલા કિલોમીટર સુધી ટ્રાફિક ની સમસ્યા ઊભી થાય છે, આ હિરણ નદીનો પુલ ત્રણ જિલ્લા ને જોડતો પુલ છે, જો આ પુલ ઉપર કોઈ અકસ્માત બનાવ બને તો આ ત્રણ જિલ્લાઓ નો વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, આપણાં વેરાવળ માં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ નું મંદિર આવેલું છે, હાલ નજીક ના સમય માં શ્રાવણ માસનો પ્રારંભ થય રહિયો છે, જો આ પુલ કોઈપણ કારણોસર તૂટી જશે તો વેરાવળ–ઉના-સુત્રાપાડા-ના ગામડાઓ ના લોકોને હાલાકી ભોગવવી પડશે,તો આ સમસ્યા ના નિરાકરણ માટે ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ થી ઉના જતાં રસ્તા ઉપર આવેલ હિરણ નદી ના પુલ ને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી બનાવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.