ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે બેઠક યોજાઈ.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના અટકાવવાં માટે ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવશે. વેરાવળ, કોડીનાર અને ઉનાના કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને ત્યાં જ સ્થાનિક વિસ્તારમાં સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ વિગત આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૂત્યું ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસ અંગે લોકોએ માસ્ક ફરજીયાત પહેરવુ અને સામાજીક અંતર રાખવા તાકીદ કરી હતી. જિલ્લામાં ધનવન્તરી રથનો ઉપયોગ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમાર,ગીર-સોમનાથ જિલ્લા કોવીડ-૧૯ લાયઝન અધિકારી ડો.માઢક, સિવિલ હોસ્પિટલના અધિક્ષક જીજ્ઞેશ પરમાર, ડો.બામરોટીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *