રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળામાં માલી પરિવાર ના ૯ મહિના નો પુત્ર સહિત ૪ પોઝિટિવ આવતા ફફડાટ
નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સહિત કુલ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૫૨ (બાવન) માંથી ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ચાર દર્દી રાજપીપળા ના એક જ પરિવાર ના છે જ્યારે બે દર્દી ડેડીયાપાડા તાલુકામાં નોંધાયા છે રાજપીપળા ના માલી પરિવાર માં આજે કુલ ચાર દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૩૭ વર્ષીય મહિલા , ૯ વર્ષીય બાળકી, ૧.૫ વર્ષ નું બાળક,એક ૯ મહિનાનો બાળક તમામ રહે. માલિવાડ રાજપીપળા નો સમાવેશ થાય છે જ્યારે ડેડીયાપાડા ના કેવડી ગામના ૩૨ વર્ષીય મહિલા તેમજ ડેડીયાપાડા ના સમરપાડા ગામના ૨૭ વર્ષીય પુરુષ કુલ મળી નર્મદા જિલ્લામાં ૬ પોઝિટિવ કેસ આજે નોંધાયા છે ઉપરાંત ૧૬ સેમ્પલ ના રિઝલ્ટ આવના હજુ બાકી છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૧૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે જિલ્લામાં કુલ ૧૩૦ કોરોના ના દર્દીઓ નોંધાયા છે આજે વધુ ૭૨ સેમ્પલ નર્મદા જિલ્લા માંથી ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.