રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મહારાષ્ટ્રમાંથી મોટરસાઈકલ ઉપર દારુ લઇ આવતો યુવાન સેલંબા નવાપાડા રોડ પર પોલીસને હાથ ઝડપાયો ગયો હતો
૧૪૮ નંગ કવાટરિયા પલ્સર મોટરસાઈકલ મળી રૂ.૪૪,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
નર્મદા જિલ્લા એલ.સી.બી પોલીસે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના અને ડી.વાય.એસ.પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લામાં દારુના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો ખેપીયાઓ ઉપર પોતાની વોચ ગોઠવી છે, પોતાના બાતમીદારોને કામે લગાડી જુગાર અને દારૂના વેપલા પર તવાઈ બોલાવી છે. ગતરોજ નર્મદા જિલ્લાના સેલંબા નવાપાડા રોડ પર એલ.સી.બી પોલીસને બાતમી મળેલ કે એક યુવાન પલ્સર મોટરસાઈકલ ઉપર દારુ લઇ આવી રહ્યો છે જેથી પી.એસ.આઈ સી.એમ.ગામીત સહિત તેમના સ્ટાફે યુવાન ને મોટરસાઈકલ નંબર બાઈક ઉપર સવાર થઇને આવતા તેને ઊભો રાખીને તેની પાસે થી ૧૪૮ નંગ વિદેશી દારૂના કવાટરિયા મળી આવ્યા હતા. પોલીસે તેની પુછપરછ આદરતા તેણે તેનુ નામ સુનિલ સેગાભાઇ વસાવા રહે. દરબાર ફળીયા. સાગબારાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી યુવાનને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો. અને મોટરસાઈકલ સહિત વિદેશી દારૂ મળી કુલ રૂ.૪૪,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.