નર્મદા: કેવડીયા કોલોની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ મેળવવાં માંગતા ઉમેદવારોએ પ્રવેશસત્રની કાર્યવાહીના ફોર્મ તા.૨૮ મી જુલાઇ સુધી જમા કરાવી શકાશે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની વાગડીયા ખાતે આવેલ કેવડીયા કોલોની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આઇ.ટી.આઇ ખાતે ઓગષ્ટ-૨૦૨૦ પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહીના ફીટર, કોમ્યુટર ઓપરેટર અને પોગ્રામીંગ આસીસ્ટંટ,વાયરમેન, ઇલેક્ટ્રીશીયન જેવા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવાં ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ તા.૦૧/૦૭/૨૦૨૦ થી શરૂ થયેલ છે, જેમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની અને કન્ફર્મ કરવાની છેલ્લી તા.૨૮/૦૭/૨૦૨૦ સુધીમાં સમય સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૬:૦૦ કલાક સુધીમાં જમા કરાવી શકાશે તેમ, કેવડીયા કોલોની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *