રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
માલબાપા મંદિરે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવેછે હાલમાં વધતા જતા કોરોના સંક્રમણથી બચવા ધર્મ પ્રેમી જાહેર જનતાની સલામતી માટે માલબાપા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય…
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ઐતિહાસિક વર્ષો જુનુ માલબાપા નાગદેવતાનું મંદિર આવેલછે જ્યાં વર્ષ દરમિયાન લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવેછે અને દેશ વિદેશના અસંખ્ય શ્રદ્ધાળુઓ આસ્થાભેર માલબાપાની પુજા કરેછે અને દર વર્ષે શ્રાવણ મહીનાના સોમવારે મેળો ભરાયછે જેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવેછે કોઈ શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે આવેછે જ્યાં માલબાપા મંદિર ટ્રસ્ટ માણેકવાડા દ્વારા તમામ દર્શનાર્થે આવતા લોકો માટે દર વર્ષે ચા-પાણી ફળાહારની વ્યવસ્થા કરવામાં આવેછે પણ હાલમાં સમગ્ર દેશમાં વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈને માલબાપા મંદિર ટ્રસ્ટ માણેકવાડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વિસ તારીખ સોમવારથી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવશે જેની તમામ ધર્મ પ્રેમી જાહેર જનતાએ નોંધ લેવા માલબાપા મંદિર ટ્રસ્ટ માણેકવાડા તરફથી જણાવાયું છે.