રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ જયેશભાઇ જે.શાહ ના આર્થિક સહયોગ થી અને મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ ના માધ્યમ થી આજ રોજ માંગરોળ ના એવા પરિવારો જે આર્થિક રીતે તંગ હાલત માં જીવતા હોય એમના સંતાનો અભ્યાસ કરતા હોય એમને ચોપડા વોટરબેગ, કંપાસ ની એક શૈક્ષણિક કીટ અર્પણ કરવા માં આવી આ કાર્ય માં માંગરોળ મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ અને વંદેમાંતરમ ગ્રુપ ના કાર્યકતા જોડાયેલા આ ચોપડા નું રાહત દરે વિતરણ પણ કરવા માં આવેલું અંદાજીત હજારો પરિવારો સુધી આ ચોપડા પહોંચતા કરવા માં આવ્યા,સાથે અતિ નિર્ધન પરિવારો ને બિલકુલ નિઃશુલ્ક આ ચોપડા નું વિતરણ કરવા માં આવ્યું. સાથે એવા જરૂરતમંદ પરિવારો ના વિદ્યાર્થી દીકરી દીકરા ને ચોપડા, કંપાસ,વોટરબેગ જેવી સુંદર કીટ ઘરે ઘરે જઈ અર્પણ કરવામાં આવી હતી.