રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરાના બજારો સોમવાર થી ગુરૂવાર સુધી સંપૂર્ણ રહેશે બંધ.
પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓએ ચાર દિવસ બજાર બંધ રાખવાનો લીધો નિર્ણય.
રવિવારના રોજ ગુમાસ્ત ધારામાંથી મુક્તિ મળતા બજારો ખુલ્લા રહેશે.
તંત્ર દ્વારા પ્રજાજનોને કોઈ તકલીફ ન પડે તે માટે ચાર દિવસ દરમિયાન પ્રજાજનો ને દૂધ,શાકભાજી મળી રહશે અને મેડિકલ , દવાખાનું શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શહેરા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા મા કરીયાણા સહિતના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં તાલુકામાં કોરોના ના વધતા જતા કેસોને લઈને ઉપસ્થિત વેપારીઓએ આવનાર સોમ થી ગુરૂવારના રોજ સુધી પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જ્યારે આ ચાર દિવસ દરમિયાન પ્રજાજનો ને કોઈ તકલીફ ન પડે તે માટે દૂધ,શાકભાજી નુ વેચાણ શરૂ રહશે અને મેડિકલ , દવાખાના ખુલ્લા રાખવામા આવનાર છે.
શહેરા તાલુકામાં કોરોના કહેર વચ્ચે નાના-મોટા તમામ ધંધા રોજગાર શરૂ રહેતા બજારોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા માટે અનેક લોકો આવતા હોય છે, જયારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સહીતના નિયમો નુ પાલન કરાવી રહયા છે. તેમ છતાં બજારોમાં આવેલ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ સહીતના નિયમોનુ જે પાલન થવુ જોઈએ એટલુ ના થઈ રહયુ હતુ.જયારે તાલુકા સેવા સદન ખાતે પ્રાન્ત અધિકારી જય બારોટ, મામલતદાર મેહુલ ભરવાડ, પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.પ્રજાપતિ તેમજ નગરપાલિકાના એન્જીનીયર જીગ્નેશ શાહની ઉપસ્થિતિમાં નગર વિસ્તારમાં આવેલ કરિયાણા, કાપડ, ઇલેક્ટ્રોનિક, ફરસાણ સહીતનો ધંધો કરતા નાના-મોટા વેપારીઓની એક બેઠક મળી હતી, જેમાં ઉપસ્થિત વેપારીઓએ કોરોનાનું સંક્રમણ વધતું જતું અટકાવવા માટે સ્વૈચ્છીક આવનાર સોમવારથી ગુરૂવારના દિવસ સુધી પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, જયારે તંત્ર દ્વારા આ વેપારીઓના નિર્ણયને આવકારીને તેમનો આભાર માન્યો હતો. તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ આ ચાર દિવસોમાં નહિ પડે તે માટે દૂધ અને શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે જ્યારે મેડીકલ સ્ટોર્સ તેમજ દવાખાના પણ ચાલુ રહેશે તેમ તંત્ર પાસેથી જાણવા મળ્યું હતું.મહત્વનું એ છેકે આવનાર ચાર દિવસો સુધી બજાર બંધ રાખવામાં નાના વેપારીઓ પણ સહમતી આપી છે, ત્યારે મોટા વેપારીઓ પાછલા દરવાજે ધંધો નહિ કરે તે માટે તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી ”હોતી હૈ ચલતી હૈ” તેમ જ ચાલશે કે શું ? હાલ તો વેપારીઓએ પ્રાન્ત અધિકારીની ઉપસ્થિતિમાં ચાર દિવસ બજાર રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે વેપારીઓ બજારો સંપૂર્ણ બંધ રાખશે કે નહીં ? કે પછી ગોધરા અને લુણાવાડાની જેમ ફિયાસ્કો થશે તે જોવું જ રહ્યું છે.