રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ પંચકમાં કોરોના ના કેસ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામે પણ કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે હળવદ તાલુકામાં ૧૪ જેટલા લોકોનાં કોરોના પોઝિટિવ કેસ માં સપડાય છે હાલ હળવદ તાલુકાના મોટાભાગના ગામોમાં બહારના લોકોને અને વેપાર ધંધા માટે આવતા ફેરિયાઓ ગામમાં પ્રવેશ ન કરવો તેવા બેનરોઓ ગ્રામ્ય પંચાયત દ્વારા લગાવવાનું શરૂ થઈ ગયા છે ત્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામ ના સરપંચ હરજીભાઈ કોળી એ ગામ પંચાયત ખાતે નોટીસ બોર્ડ માં નોટિસ લગાવવામાં આવી હતી નોટિસ માં જણાવ્યા પ્રમાણે કડીયાણા ગામ બહાર ના લોકો ફેરિયાઓ ગામમાં પ્રવેશ ન કરવો અને ગામના દુકાન દારો એ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને વેપાર ધંધા કરવા ગ્રાહકો અને વેપારી ઓ ફરજિયાત માસ્ક પહેરીને ને ઘર ની બહાર નિકળવુ બે થી વધુ લોકો એકઠા થવું નહીં તેમજ બહારગામનાકોઈ વ્યક્તિઓ કડીયાણા ગામ માં પ્રવેશબંધીના સુચનાઓ ગ્રામ્ય પંચાયત ના સરપંચ એ નોટિસ બોર્ડ ના માધ્યમ થી ગામ લોકો ને જાણ કરેલ હતી.