રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ડેડાણ સેવા સહકારી મંડળીમાં યૂરિયા ખાતર ન હોવાથી ખેડૂતો પરેશાન સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.ચુંટણી સમયે કિડીઓની જેમ ઊભરાતાં ભાજપ કે કોંગ્રેસ ના કાર્યકરો સામે પણ ખેડૂતોમાં રોષ ફેલાયો છે .ડેડાણમાં સેવા સહકારી મંડળીમાં ઘણા સમયથી યૂરિયા ખાતર ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.હાલમાં વરસાદ ની સિઝન હોય અને મેઘ મહેર થઇ રહી હોય તેવા વખતે યૂરિયા ખાતર ન મળતા ધરતી પુત્રો મૂશ્કેલીમાં મુકાયા છે ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા ડેડાણ સેવા સહકારી મંડળીમાં યૂરિયા ખાતર બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.