બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય સી.બી.એસ.ઈ બોર્ડ પરીક્ષા ધોરણ દસમાં ૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પ્રથમ નંબર પર ધવલ ભાઈ બારીયા(૯૫.૨%) તથા બીજા નંબર ઉપર વૃંદા બેન મકવાણા(૯૩.૬/%) ત્રીજા નંબર ઉપર કુંજય પાડવી(૯૨.૮%) ચોથા નંબર પર જલુન મેમણ(૯૧.૬%) તથા પાંચમા નંબર પર ખુશી ચૌધરી(૮૮.૬%) પરિણામ સાથે પાસ થયા હતા શાળાનો કુલ પરિણામ ૭૧% ટકા રહ્યું હતું જેમાંથી ૧૬ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું હતું તથા પ્રથમ શ્રેણીમાં ૨૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું આમ જવાહર નવોદય વિદ્યાલય નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જેને લઇને શાળાના આચાર્ય શેફાલીબેન તથા આવૃતભાઈ ભટ્ટ તથા મકવાણા સાથે તમામ સાથે ખુશી વ્યક્ત કરી હતી.