રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલાના વાવેરા અને દિપડીયા ગામની વચ્ચે ઉપર મહાકાય વુક્ષો ધરાશાઈ થયુ છે. છેલ્લા દસ દિવસ થી વુક્ષો પડવા લાગ્યા છે તંત્ર ને આજુબાજુ ના ગામ લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા આજદિન સુધી વુક્ષો ને કાપવામાં આવ્યા નથી. વુક્ષો પડવાથી રોડ ઉપર અનેક વખત વાહનચાલકો પચારથતા હોય છે કોઇ વાહન અકસ્માત ન સર્જાય તે પહેલા રોડ ઉપર થી વૂક્ષો હટાવવા આવ્યા પણ નથી તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ અત્યારે રાજુલા સાવરકુંડલા રોડ બંધ હોવાથી દરેક મોટા વાહનો ને રાજુલા વાવેરા રોડ પર ચાલવુ પડે છે ત્યારે રાજુલા વાવેરા રોડ પર વુક્ષો વધી ગયા છે પણ તંત્ર દ્વારા વુક્ષો ને થોડા કટીંગ કરવામાં આવે તો વુક્ષો પણ પડે નહીં અને વાહનચાલકો ને પણ ઘણી રાહત મળી શકે છે.