રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સદનસીબે કન્ટેઇનરના ચાલાક અને ક્લીનરનો આબાદ બચાવ નર્મદા જિલ્લામાં બેફામજતા મોટા વાહનો દ્વારા વારંવાર અકસ્માતો સર્જાય છે જેમાં અગાઉ કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે છતાં આડેધડ વાહનો હંકારતા ચાલકો હજુ બેફામ બની દોડતા હોય તેમની ઉપર લગામ જરૂરી બની છે.ગતરોજ પણ આવી એક ઘટના રાજપીપળા નજીકના માંડણ પાસે બની જેમાં હરિયાણાથી અમદાવાદ જઈ રહેલું એક ખાલી કન્ટેઇનર કોઈક વાહનને બચાવવા જતા બાજુના નાળામાં ઉતરીપડતા કન્ટેઇનર ને નુકસાન થયું હતું. જોકે અંદર બેઠેલા ચાલાક અને ક્લીનરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.ત્યારે આ ઘટના બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જાણવા મળ્યા મુજબ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.