રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આદિવાસી ખેડૂત કાન્તીભાઈ વસાવાએ પી.એમ,રાષ્ટ્રપતિ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સંચાલકનું બિયારણનુ લાયસન્સ રદ કરી બિયારણનો મુદ્દામાલ કબ્જે લઈ લેબમાં તપાસ કરાવવા કરી માંગ..નર્મદા જિલ્લામાં ભોળા ગરીબ આદિવાસી ઓને સરકારી યોજના હેઠળ અપાતા બિયારણમા સંચાલક દ્વારા છેતરપીંડી કરી એકસપાઈરી ડેટવાળુ અને ઓછું બિયારણ પધરાવી છેતરતા સંચાલક વિરુદ્ધ આદિવાસી ખેડૂત કાન્તીભાઈ બામણજીભાઈ વસાવા એ પીએમ મોદી,રાષ્ટ્રપતિ ઓ.પી.કોહલી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી, સાથે બિયારણનુ વેચાણ કરતાં સંચાલકનુ લાયસન્સ રદ કરી બિયારણનો મુદ્દામાલ કબજે કરી સરકારી લેબોરેટરીમા તપાસ કરાવવા માંગ કરતાં સરકારી આલમમા હડકંપ મચી જવા પામ્યો છે.
નમૅદા જિલ્લામા આદિવાસી ખેડૂતોને સરકારની ગુજરાત પેટર્ન યોજના” અંતર્ગત વિવિધલક્ષી યોજનાકીય લાભ આપવા સંદભૅ મોટો બ્રસ્ટાચાર આચરવામાં આવતો હોવાનો કીસ્સો પ્રકાશમા આવ્યો છે જેમાં નાદોદ તાલુકા ના કાન્તીભાઈ બામણજીભાઈ વસાવાએ સરકારી બિયારણ ની યોજના નો લાભ મેળવવા ઓનલાઈન ફોમૅ ભરી ૫૫૦ રૂપિયા ભરી લાભ મેળવવા અરજી કરી હતી પરંતુ લાભાર્થી ને હાલમાં જ અપાયેલા સરકારી યોજના માં એક્સપાયરી ડેટનું બિયારણ અપાયું હોવાની લેખિત ફરિયાદ જાગૃત આદીવાસી ખેડૂતે દેશના પીએમ અને રાષ્ટ્રપતિને કરતા સરકારી આલમમાં ખળભળાટ મચ્યો છે.
આ અંગે જાગૃત આદીવાસી ખેડૂત કાંતિભાઈ બામણજી ભાઈ વસાવાએ જણાવ્યા મુજબ“એમણે સરકારી યોજના હેઠળ ખાતર-બિયારણ મેળવવા ૫૫૦ રૂપિયા ભરી ગ્રામ સેવક મારફતે ઓનલાઈન અરજી કરી હતી. રાજપીપળા એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ જી.એસ.એફ.સી એગ્રોટેક લિમિટેડના સંચાલક પાસે તેઓ ખાતર-બિયારણ લેવા ગયા, સંચાલકે એમને ૪૫ કીલો યુરિયા, ૫૦ કિલો એન.પી.કે, ૫૦ કિલો એ.એસ તથા કારેલાનું ૫૫૦ ગ્રામ બિયારણ આપ્યું હતું.”હવે બીલમાં કારેલાનું બિયારણ ૧.૧ કિલો દર્શાવ્યું પણ એમને જે તે સમયે ૫૫૦ ગ્રામ જ આપ્યું હતું અને એ પણ એક્સપાયરી ડેટ એટલે જાન્યુઆરી ૨૦૨૦ નું હતું જેથી તે બાકી નીકળતું બિયારણ લેવા ફરી ત્યાં પહોંચ્યા અને એક્સપાયરી ડેટનું બિયારણ આપ્યું હોવાની સંચાલકને રજુઆત કરતા આ ખેડૂતની રજુઆત સાંભળી સંચાલક ઉશ્કેરાઈ ગયો અને ધાકધમકી આપતા કહ્યું કે અમેં ઉપરની સૂચના મુજબ ખાતર-બિયારણ વિતરણ કરીએ છીએ,જો વધારે કરશો તો તમને કોઈ લાભ નહિ આપીએ.તો ખેડૂત કાંતિભાઈ બામણજીભાઈ વસાવાએ સંચાલકને એમ કહ્યું કે મને તમે બીલમાં કારેલાનું બિયારણ એક્સપાયરી ડેટ, જાન્યુઆરી ૨૦૨૦ નું અને ઓછું આપ્યું છે એ સુધારો કરી આપો, તો એમ કરવા પણ સંચાલકે ના પાડતા તેઓ સાથે સંચાલક દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અને અન્યાય બાબતે લેખિતમાં ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી આ અંગે યોગ્ય તપાસ ની માગ કરી સંચાલક દ્વારા આપવામાં આવેલા બિયારણનુ સરકારી લેબોરેટરી મા ચકાસણી તપાસ કરી બિયારણનો સંપૂર્ણ મુદામાલ સરકાર કબજે લઈ સંચાલક નુ લાયસન્સ કાયમ માટે રદ કરવા તથા આમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની કાયૅવાહી કરવા માંગ કરવામાં આવતા સરકારી બાબુઓ સહિત વચેટિયાઓ માં ફફડાટ ફેલાયો છે.