સુરત / લોકડાઉન દરમિયાન કરીયાણાના ગોડાઉનમાંથી 40 ગુણ ચોખાની ચોરી, જાણભેદુ હોવાની આશંકા

Latest

કોરોનાની માહામારીના લોકડાઉન દરમિયાન માનદરવાજા પદમાનગરની એક કરીયાણાના ગોડાઉનમાંથી તાળું ખોલી 40 ગુણ ચોખા અને 6 તેલના ડબ્બાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. રાજુ કરીયાણા નામની દુકાનના ગોડાઉનમાં થયેલી ચોરી બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 7 વાગે પોલીસે દુકાન બંધ કરાવતા તેઓ ઘરે ચાલી ગયા હતા. આજે સવારે દુકાન અને ગોડાઉન સામે સામે હોવાથી દુકાન ખોલ્યા બાદ ગોડાઉન ખોલતા જ તમામ ચોખાની ગુણો અને તેલના ડબ્બા ગાયબ થઈ ગઈ હતી. CCTV કેમેરા પણ ઉંધા કરી દેવાયા હતા. કોઈ પરિચિત વ્યક્તિનું જ કામ કહીં શકાય છે. લગભગ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે.તેને પગલે સલાબતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *