અમરેલી જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય,અમરેલી શહેરમાં તા.૨૦ થી ૨૫ જુલાઈ સુધી પાન, માવા, ચા-નાસ્તાની લારી-દુકાનો સદંતર બંધ.

Amreli Corona Latest
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

૨૫ જુલાઈ બાદ શરૂ કરવા માંગતા દુકાનદારોએ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત

શાકભાજી-ફળો વેચનારાઓએ પણ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત

હેલ્થ કાર્ડની ૧૪ દિવસની માન્યતા : અવધિ પૂર્ણ થયે રીન્યુ કરાવવાનું રહેશે

નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે સમગ્ર કાર્યવાહી કરાશે.

જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ અમરેલી શહેરી વિસ્તારમાં તા. ૨૦ થી ૨૫ જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન-ગલ્લા સદંતર બંધ કરવા હુકમ કર્યો છે. તા. ૨૫ જુલાઈ બાદ શરૂ કરવા માંગતા વેપારીઓએ ફરજીયાત હેલ્થ કાર્ડ મેળવવાનું રહેશે.

આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સંક્રમણને નિયંત્રણમાં લેવા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૦ થી ૨૫ જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન-ગલ્લા બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય વેપારીઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ કાર્ડની ૧૪ દિવસની માન્યતા હશે અને આ કાર્ડની અવધિ પૂર્ણ થયેથી ફરી રીન્યુ કરાવવાનું રહેશે. આ સંપૂર્ણ કામગીરી તાજેતરમાં લોકર્પણ કરવામાં આવેલા નવા જિલ્લા પંચાયત ભવનના પહેલા માળે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના શહેરી વિસ્તારમાં પાન-ગલ્લા અને ચાની લારી ઉપર લોકો બિનજરૂરી ટોળા વળીને ઉભા રહે છે અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું બરાબર પાલન થતું નથી એવું તંત્રને ધ્યાને આવ્યુ છે. જેના અનુસંધાને અમરેલી શહેરીના કેટલાક વિસ્તારમાં પાન-ગલ્લા અને ચાની લારીઓ થોડા સમય માટે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *