ભાવનગર મહાનગરના તમામ વોર્ડનું સંગઠન માળખું અને મંડલ કારોબારી જાહેર કરતું શહેર ભા.જ.પા.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

પ્રાથમિક સદસ્યતા અભિયાન સાથે શરૂ થયેલા ભારતીય જનતા પાર્ટીના સંરચના અભિયાનને આગળ વધારતા શહેર ભા.જ.પા. દ્વારા વિવિધ તબક્કાઓની સંરચના પૂર્ણ કર્યા બાદ આજે વોર્ડ સહ તમામ બુથ સમિતિઓ પૂર્ણ કરી શહેર ભા.જ.પા.એ આજે વોર્ડની સંપૂર્ણ સંગઠનની ટીમ અને વોર્ડ કારોબારીની રચના જાહેર કરી હતી જેને ભાવનગરના પ્રભારી મહેશભાઈ કસવાલા, સંરચના પ્રભારી અમૂલભાઈ ભટ્ટ, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઇ બામભણીયા, સંરચના અધિકારી ગીરીશભાઈ શાહ, સહ સંરચના અધિકારી દિવ્યાબેન વ્યાસ, સહિતના આગેવાનોએ મંજૂરીની મહોર મારી હતી.

શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક માળખાની રચના સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયાથી કરવામાં આવે છે આંતરિક લોકશાહી અને સમર્પણ ભાવ એ પાર્ટીનો પાયો છે જેના પર સંગઠનની મજબૂત ઇમારત રચાઈ છે જેમાં લાખો, કરોડો કાર્યકર્તાઓ પરિશ્રમની પરાકાષ્ટા સર્જી રાજકીય પક્ષ તરીકે વિશ્વની નંબર વન પાર્ટી બનાવી છે તેની પાયાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધીની સંગઠન પ્રક્રિયા દર ત્રણ વર્ષે યોજાતી હોય છે પ્રાથમિક સદસ્યતા અભિયાન સાથે સંગઠનની સંરચનાના વિવિધ તબક્કાવાર કાર્યક્રમો શરૂ થયેલા જેને આગળ ધપાવતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા.ના માર્ગદર્શન અનુસાર પ્રદેશ પ્રભારી મહેશભાઈ કસવાલા અને સંરચના નિરીક્ષક અમૂલભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે આજે મહાનગરના ૧૩ વોર્ડના સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવે છે જેમાં મંડલ સ્તરે પ્રાથમિક અને સક્રિય સભ્યોની નોંધણી કર્યા બાદ તમામ બુથોની બુથ સમિતિઓ પૂર્ણ કરવામાં આવી હતી આ અગાવ મહાનગરના તમામ મંડલ પ્રમુખો અને મહામંત્રીઓ જાહેર કર્યા બાદ હવે તમામ મંડળની ૬૧ સદસ્યોની મંડલની કારોબારી ટિમ અને સંગઠનાત્મક પદાધિકારીઓ સાથેની ટિમ જાહેર કરવામાં આવેલ છે જેને ભાવનગર મહાનગરના સંરચના અધિકારી ગીરીશભાઈ શાહ અને સહ સંરચના અધિકારી દિવ્યાબેન વ્યાસે મંજૂરીની મહોર માર્યા બાદ આજે મહાનગરના ૧૩ વોર્ડની ટિમ જાહેર કરવામાં આવી હતી. મહાનગરના તમામ મંડલ સ્તરની સંપૂર્ણ સંગઠનાત્મક પ્રક્રિયા પૂર્ણ કરવા શહેર મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, પૂર્વ વિધાનસભાના ઇન્ચાર્જ અને શહેર મહામંત્રી રાજુભાઇ બાંભણીયા અને પશ્ચિમ વિધાનસભા ના ઇન્ચાર્જ અને શહેર મહામંત્રી મહેશભાઈ રાવલે જહેમત ઉઠાવી હતી.

આજે મહાનગરના તમામ વોર્ડની સંગઠનાત્મક ટીમના નવનિયુક્ત પદાધિકારીઓને શહેર ભા.જ.પા. વતી શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, મહાનગર સેવાસદનના પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલમોરચના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિતના આગેવાનોએ આવકાર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *