રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા નગરમાં ૧૬ વર્ષીય છોકરીનો અને તાલુકાના ધમાઈ ખાતે પુરૂષનો કોરોનાનો કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ એ જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે કોરોનાના બે દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. કોરોના ની સંખ્યા સતત વધતી જતી લઈને પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો હતો.
શહેરા નગર અને તાલુકામાં કોરોના નો કહેર જોવા મળી રહયો છે. ગુરૂવારની રાત્રિએ બે કોરોનાના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થઇ ગયું હતુ.જ્યારે નગર વિસ્તારમાં પ્રથમ કોરોના નો પોઝિટિવ કેસ ૧૬ વર્ષીય છોકરીનો આવ્યો હતો.અને બીજો કેસ કોરોનાનો તાલુકાના ધમાઇ ખાતે રહેતા અને વડોદરામાં પ્રાઇવેટ કોલસેન્ટરમાં નોકરી કરતા મનોજ પટેલ નો આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા બન્ને કોરોના દર્દીના ત્યાં તેમના ઘરના વ્યક્તિઓના સેમ્પલ લેવા સાથેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નગર પાલિકા દ્વારા નગર વિસ્તારમાં પ્રથમ કોરાના નો પોઝિટિવ કેસ નોંધાતા દર્દીના ઘરે અને તેના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા સાથેની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તાલુકામાં કોરોનાનો પગપેસરો ધીમે ધીમે વધી રહયો છે.બીજી તરફ બજારોમા ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળવા સાથે સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન થઈ રહયુ નથી. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કરિયાણા સહિત ની દુકાન નો સમય માં ફેરફાર કરીને સવાર ના ૮ થી ૪ નો કરી દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નગર અને તાલુકામાં અત્યાર સુધીમાં કોરોના ના ૧૧ જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેને લઈને પ્રજાજનોમાં ફફડાટ પણ ધીમે ધીમે ફેલાવા માંડ્યો છે.