રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારી સમયે લોકોની સુવિધા જળવાઈ રહે તેવા શુભ હેતુથી એચ.ડી.એફ.સી બેન્ક ડભોઇ શાખા દ્વારા એ.ટી.એમ મોબાઈલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી .આ પ્રસંગે નાયબ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સદર શાખાના મેનેજર વગેરેની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી આ મોબાઈલ વાન નો પ્રારંભ કરવામાં આવ્યો. આ એ.ટી.એમ મોબાઈલ વાન ડભોઇ તેમજ ડભોઇ નજીક આવેલ વિવિધ ગામડાઓમાં ફરીને જે લોકોને જરૂરી પૈસા ઉપાડવા હશે તે ડભોઇ આવ્યા વગર પોતાના ઘરઆંગણે પૈસા ઉપાડી શકશે .સદર મોબાઈલ વાનમાં બધી જ બેન્કઓ ના એ.ટી.એમ સ્વીકારાય છે. જેથી લોકો ની સુવિધામાં વધારો થશે અને લોકો કોરોનાના સંક્રમણથી બચી શકશે.