નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન કોવીડ ટેસ્ટ કરાયા.

Corona Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા રાજપીપલા શહેરના નવા ફળીયા વિસ્તાર-ગણેશચોક, દરબાર રોડ લાઇબ્રેરી પાસે અને કાછીયાવાડ વિસ્તાર , ભાટવાડા, આરબ ટેકરા, કાછીયાવાડ વિસ્તારમાં ૬ ટીમો સહિત જિલ્લા-તાલુકાકક્ષાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા સઘન સર્વેલન્સ દરમિયાન જે વ્યક્તિને શરદી,ખાંસી, તાવ સહિત અન્ય લક્ષણો વાળા દરદીઓ મળી આવે તો સ્થળ પર જ એન્ટીજન કોવીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મેડીકલ ઓફીસર, લેબ ટેક્નીશીયન, એમ.પી.એચ.ડબલ્યુ, એફ.એચ.ડબલ્યુ અને આશાવર્કર સહિત જિલ્લા આરોગ્યતંત્રના કુલ- ૨૩૫ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ સર્વેલન્સની કામગીરી કરી રહ્યા છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, અત્યારે રાજપીપલા શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ-૨૦ કેસ નોંધાયા છે, ત્યારે તકેદારીના ભાગરૂપે સરકાર તરથી એન્ટીજન્સી મળી છે, જેમાં રાજપીપલા શહેરી વિસ્તારના કુલ-૧૨ કન્ટેઇનમેન્ટ ઝોનની કુલ-૬ ટીમો બનાવવામાં આવી છે.તેમજ ધન્વંતરી રથ થકી શંકાસ્પદ દરદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. એન્ટીજન કોવીડ ટેસ્ટ દ્વારા નવા દરદીઓને શોધવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ થકી દરદીઓ શોધવામાં સરળતા પણ રહે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજ સાંજ સુધીમાં ૧૯૮ શંકાસ્પદ લક્ષણોવાળા દરદીઓના એન્ટીજન (રેપીટ) ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજના સેમ્પલ સહિત આજે કુલ ૨૫૦ શંકાસ્પદ લક્ષણોવાળા દરદીઓના ટેસ્ટ-સેમ્પલ એકત્રિત કરાંયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *