નર્મદા: દેડીયાપાડા તાલુકાના એક નાનકડા ગામમાંથી સીગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ..

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં નાની ઉંમર ની દીકરીઓને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જવાના કિસ્સા વધી રહ્યા છે જેમાં ગત રોજ પણ દેડીયાપાડા તાલુકાના નાનકડા એક ગામની સગીર વયની દીકરીને એક યુવાન લગ્ન ની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ના એક ગામની સગીર વયની દીકરી ને પટાવી ફોસલાવી લલચાવી લગ્ન કરવાના ઈરાદે પિતા ના ઘરે થી યુવાન ભગાડી લઈ જઈ ગુનો કરતા દીકરી ના પિતા એ દેડીયાપાડા પો.સ્ટે.માં ભગાડી જનાર મનોજ અવિચળભાઈ તડવી રહે.કુલવાડી તા-ગરૂડેશ્વર જી.નર્મદા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *