રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકામાં ભાચા ગામે સગા પિતાએ તેમની સગીર વયની દીકરી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ કરી સાત માસનો ગર્ભ રાખી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ઉના તાલુકાના ભાચા ગામે વાવરડા જતા રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વરસની કુંવારી યુવતી ઊના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેણીના સગા પિતા બધા દુદા બાંભણિયા(ઉ.35 રે.ભાચા) પોતે સગીર વયની હોવાનું જાણવા છતાં તેમની વાસનાની ભૂખ સંતોષવા દીકરી સાથે દુષ્કર્મ કરી સાત મહિનાનો ગર્ભ રાખી દેતાં તેના પરિવારે પૂછપરછ કરતા તેના પિતા આવું દુષ્કર્મ કરતો હોવાનું કહેતા ઉના પોલીસ સ્ટેશનને આવી ઇન્સ્પેક્ટર વિજયસિંહ ચૌધરીને કરતા તુરંત તેનું નિવેદન લઇ સગા પિતા સામે આઈપિસી તથા પોસ્કો ના ગુનાની કલમો લગાડી યુવતીને મેડિકલ તપાસ માટે લઇ જવાય છે.