મોરબી: કોરોના પોઝિટિવ કેસ વધતા હળવદમાં અને જિલ્લામાં નવું ૧૫ દિવસનું લોકડાઉન આપવા મામલેએ‌ ધારાસભ્યએ જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકામાં ૧૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ થયા છે અને મોરબી જિલ્લા માં ૧૫૬ કેસ કોરોના પોઝિટિવ થયા છે અને ઘનાળા ગામે કોરોના ના પગલે એક વ્યક્તિનુંમોત નિપજ્યું હતું અને હાલ હળવદ તાલુકામાં કુલ ૧૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ માં સપડાયા હતા ત્યારે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા અને જિલ્લા કલેકટર હળવદ તાલુકાની મુલાકાતે દોડી આવ્યા હતા હળવદ તાલુકામાં દિવસે દિવસે કોરોના ના કેસ વધતા જાય છે. ત્યારે કોરોના અંકુશ લાવવા માટે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા મોરબી જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત કરી ને જણાવ્યું હતું કે ‌હાલ હળવદ તાલુકામા અને જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા વધતી જાય ત્યારે હળવદ અને મોરબી જિલ્લા‌મા નવુ ૧૫ દિવસનુ લોકડાઉન આપવા ની માગ કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *