રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ખેડૂતો એકીટસે રાહ જોતા હોય તેમ મોડી સાંજે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા ત્યારે રાતના ૮:૩૦ કલાકે કડાકા ધડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો ત્યારે વરસાદ ભારે પડ્યો હોય નસવાડી ના જાહેર માર્ગો પરથી લઈ અનેક વિસ્તાર માં પાણી ભરાયાં હતાં ત્યારે વર્તવરન માં પણ પલટો મારતા આશય ગરમી નો ઉકળાટ લાગતો હોય તl. નસવાડી તાલુકામાં તેનાથી ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે નસવાડી તાલુકામાં ૧૪૯’એમ એમ વરસાદ એક મહિના માં નોધાયો છે ત્યારે નસવાડી માં વરસાદ ની વધારે જરૂર હોય ખેડૂતો માટે વધારે લાભદાયી નીવડશે તેવું ખેડૂતો પાસે થી જાણવા મળેલ છે.