રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધતા જાય છે હાલમાં નવા પાંચ કેસ આવ્યા જેમાં ધનાળા ગામના એક નું મોત નીપજ્યું હતુ જેના લીધે સમગ્ર હળવદ પથકમાં ચકચાર મચી ગયો છે.મોરબીમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે અને કેસમાં પણ વધારો થવાના લીધે જનતાની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.આ વિસ્તારમાં મહત્વ વાત એ છે કે લોકો શૉશ્યલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી અને બિનજરૂરી અવરજવર પણ કરી રહ્યા છે અને નિયમોનું પાલન પણ કરતા નથી જેના લીધે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે એટલે મોરબીના આરોગ્ય વિભાગના મનીષા ચાદ્રાએ હળવદની મુલાકત લીધી.હળવદના કેસ વધી રહ્યા હોવાથી લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી અને માસ્ક પહેરવા પણ જણાવ્યું હતું.ગુજરાત રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી વિકરાળ બનતી જાય છે અને દરરોજના કેસ વધતા જાય છે જેમાં ડૉકટરો પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે જેના લીધે અમુક રાજ્યમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લામાં પણ બપોરે ૨ વાગ્યા પછી બજાર બંધ રાખવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.દેશમાં સુપરસ્ટાર ગણાતા કલાકારો, રાજકીય નેતાઓ વગેરે જેવા મહાનુભવો પણ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જેના લીધે તંત્ર પણ એક્ટિવ બન્યું છે અને નિયમોનું પાલન કરાવી રહ્યું છે જેના લીધે કોરોના વાયરસનું સંક્રમણ અટકે અને નિર્દોષ લોકો કોરોના વાયરસનો શિકાર ના બને.