અમરેલી: બાબરામાં તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

Amreli Corona Latest
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

અમરેલી જિલ્લામાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે. ત્યારે બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા ૪૧ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દી સુરત થી આવેલ લોકોના સંપર્કમાં આવેલ હોય તેને તાવ, શરદી, ઉધરસ, જેવા લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ગયેલ ત્યા તેની લેબોરેટરી કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે મોટા દેવળીયા ગામે મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસર.ડો.વિરાટ અગ્રાવત , ટી.ડી.ઓ કટારીયા એ.ટી.ડી.ઓ કે.યુ.ભરાડ ,પી.આઈ ગોહિલ સાહેબ ,તાલુકા સુપર વાઈઝર રાજેશભાઈ સલખના,ડો.અક્ષય ટાંક ,ડો.પરાગ બુધેલીયા ,ગોલભાઈ સહીત ના અધિકારીઓ ધટના થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ડ્રેસિંગની કામગીરી તેમજ આજુબાજુમાં રહેતા લોકોને હોમ કોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *